Wednesday, February 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત યુએસ પાસેથી 500 બિલિયન ડોલરની ખરીદી કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વચ્ચે વાતચીત બાદ બન્ને નેતાઓએ વેપાર કરાર પર સહમતિ થઈ હોવાની જાહેરાત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-02-03 11:42:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લાંબી વાટાઘાટો બાદ ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થયો છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સોમવારે કરારની જાહેરાત કરી હતી. ભારતે પણ આ કરારની પુષ્ટિ કરી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર નિવેદનમાં આ પગલાનું સ્વાગત કર્યું છે.

કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દુર કરવા તૈયાર છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પ સાથેની વાતચીત “અદ્ભુત” ગણાવી અને યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા બદલ તેમનો આભાર માન્યો. જોકે, ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી.
વેપાર કરાર અંગે અત્યાર સુધી મળેલી માહિતી:
યુએસમાં ભારતીય ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% થશે
યુએસ-ભારત વેપાર કરાર તાત્કાલિક અમલમાં આવશે
ભારત યુએસ 500 બિલિયન ડોલરથી વધુનો માલ ખરીદશે
ટ્રમ્પનાં દાવા મુજબ ભારત યુએસના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અને નોન-ટેરિફ અવરોધોને સંપૂર્ણ દુર કરશે
ટ્રમ્પના દાવા મુજબ ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરશે, ભારત યુએસ અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદશે.

અમેરિકાએ ટેક્સ ઘટાડી ૧૮ ટકા કર્યો

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. આ સિવાય તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની 500 અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં વેચાશે. ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જોકે તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.

શેરબજાર અને સોના ચાંદીના બજારમાં તેજી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. આજે શેરબજાર ખુલતા જ સેન્સેક્સ 2,546 પોઈન્ટથી વધુ વધ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ 724 પોઈન્ટ ઉછળ્યો.આ ઉપરાંત સોના ચાંદીના બજારમાં પણ તેજી જોવા મળી છે.આજે ચાંદીના ભાવમાં રૂ.૧૮૦૦૦ અને સોનાના ભાવમાં રૂ.૬૦૦૦ નો ઉછાળો જોવા મળ્યો હતો.

મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી. જે બાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. બીજી તરફ તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની 500 અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં વેચાશે. ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જોકે તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.

Tags: india usatrade deal
Previous Post

ભાવનગરની PNR સોસાયટી દ્વારા લોકાર્પણ, બહુમાન અને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

Next Post

વસતી ગણતરીમાં જ્ઞાતિ અંગેના પુરાવા આપવા જરૂરી ? સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ચૂંટણીના ૩ મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કેમ SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી?

February 3, 2026
તાજા સમાચાર

ભારત આવતા પ્રવાસીઓ હવે ૭૫૦૦૦ સુધીનો ડ્યુટી ફ્રી સામાન લાવી શકશે

February 3, 2026
તાજા સમાચાર

આત્મવિશ્વાસ થકી વિકસિત ભારતનું સ્વપ્ન થશે સાકાર : પીએમ મોદી

February 3, 2026
Next Post

વસતી ગણતરીમાં જ્ઞાતિ અંગેના પુરાવા આપવા જરૂરી ? સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ

આત્મવિશ્વાસ થકી વિકસિત ભારતનું સ્વપ્ન થશે સાકાર : પીએમ મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.