Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં હવામાનની બેધારી ચાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ

વાતાવરણમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-02-20 11:43:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યમાં ધીમેધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. અત્યારે પંચમહાલમાં જિલ્લામાં શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો એકસાથે અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડો પવન અને વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા અને ઠંડું બન્યું છે. જ્યારે બપોરના સમયે પારો ઊંચકાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પંચમહાલમાં જિલ્લામાં શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો એકસાથે અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડો પવન અને વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા અને ઠંડું બન્યું છે. જ્યારે બપોરના સમયે પારો ઊંચકાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.માત્ર ગોધરા જ નહીં પરંતુ ગ્રામ્ય પંથકોમાં પણ હળવા ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો જોવા મળ્યો હતો, જેના લીધે સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.

Tags: cloudgujaratlight rainpanchmahal
Previous Post

શિલોંગના લોકપ્રિય સાંસદ સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે અચાનક ઢળી પડતા નિધન

Next Post

હૈદરાબાદમાં છરીની અણીએ દારૂ પીવરાવ્યા બાદ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

હૈદરાબાદમાં છરીની અણીએ દારૂ પીવરાવ્યા બાદ સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગરમાં બાઈક રેલીનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.