Thursday, February 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનતા યુકેમાં ભારતીયો માટે ઇ-વીઝા ફરજિયાત

યુકેમાં પ્રવાસ કરવા વીઝાની જરૂર ન હોય તેમણે ફરજિયાત ઇલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન-ઇટીએ- કરાવવું પડશે

dharmendravaghela by dharmendravaghela
2026-02-26 11:33:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુકેમાં બુધવારથી નવી ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનવા સાથે નવા નિયમો અમલમાં આવતાં

હવે ભારતીય પ્રવાસીઓએ ફરજિયાત ઇવીઝા મેળવવાના રહેશે જ્યારે જે લોકોને યુકેમાં પ્રવાસ કરવા

વીઝાની જરૂર ન હોય તેમણે ફરજિયાત ઇલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન-ઇટીએ- કરાવવું પડશે. નવા

નિયમો અમલમાં આવવા સાથે જે પ્રવાસીઓ પાસે જરૂરી પ્રવાસ દસ્તાવેજો ન હોય તેમને એરલાઇન્સ

વિમાનમાં બેસતાં અટકાવી શકશે. યુકે સરકારે ગયા વર્ષે તબક્કાવાર શરૂ કરેલી ઇવીઝા સિસ્ટમ

બુધવારથી સંપૂર્ણપણે અમલી બની ગઇ છે.

તત્કાળ અમલમાં આવે એ રીતે લાગુ પડનારા આ ફેરફાર અનુસાર કાગળ આધારિત વીઝા સ્ટિકર્સનું

સ્થાન ઇવીઝા લેશે. જો કે, નવી સિસ્ટમમાં બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવવા માટે તો અરજદારે જાતે જ

એપ્લિકેશન સેન્ટરમાં જવું પડશે. તેમાં હવે પ્રોસેસિંગ સમયગાળામાં પાસપોર્ટ મુકીને જવાની જરૂર નથી.

યુકેના સ્થળાંતર અને નાગરિકતા વિભાગના પ્રધાન માઇક ટેપે જણાવ્યું હતું કે યુકેમાં પ્રવાસ કરવા

માંગતા દરેક જણને હું તેમનો પ્રવાસ સરળ નીવડે તે માટે યોગ્ય પરમિશન લેવાની વિનંતી કરૂ છું.
યુકે બોર્ડર એન્ડ માઇગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાની યોજનાના ભાગરૂપે જે લોકો ફિઝિકલ

બાયોમેટ્રિક રેસિડેન્સ પરમીટ-બીઆરપી-વીઝા સ્ટિકર્સ ધરાવતો પાસપોર્ટ કે શાહીનો સ્ટેમ્પ કે બાયોમેટ્રિક

રેસિડેન્સ કાર્ડને હવે સમગ્રપણે ઓનલાઇન યુકે વીઝા એન્ડ ઇમિગ્રેશન સિસ્ટમ પર લઇ જવામાં આવ્યા

છે. કાગળના દસ્તાવેજોને વર્ષો સુધી તબક્કાવાર દૂર કરી તેને સ્થાને ઇવીઝા અમલમાં મુકવામાં આવ્યા

છે. અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે ઇવીઝા જારી કરવામાં આવ્યા છે.

મહત્વની બાબત એ છે કે જે પ્રવાસીઓ કનેક્ટિંગ ફલાઇટ્સ લેવા માંગતા હોય તેમના માટે પણ ઇટીએ

ફરજિયાત છે. તેમણે પાસપોર્ટ કન્ટ્રોલમાંથી પસાર થવાનું રહેશે. સત્તાવાર ડેટા અનુસાર ઓક્ટોબર

૨૦૨૩માં ઇટીએ અમલી બની ત્યારથી ૧૯ મિલિયન પ્રવાસીઓએ સફળતાપૂર્વક તે મેળવવાની અરજી

કરી છે અને તેના દ્વારા ૩૮૩ મિલિયન પાઉન્ડની રેવન્યુ પણ થઇ છે. ગુરૂવારથી સર્ટિફિકેટ ઓફ

એન્ટાઇટલમેન્ટ ડિજિટલ ફોર્મેટમાં જારી કરાશે. તેને માટે એક જ વાર અરજી કરવાની રહેશે, પાસપોર્ટની

મુદત પુરી થાય એટલે તેને માટે ફરી અરજી કરવાની રહેશે નહીં. યુકે ઇટીએ એપ દ્વારા અરજી કરવાનું

સરળ અને ઝડપી છે. મોટાભાગના અરજદારોને મિનિટોમાં જ આપોઆપ નિર્ણયની જાણ કરી દેવામાં

આવે છે. જેને કારણે તત્કાળ યુકેનો પ્રવાસ કરવાનું શક્ય બન્યું છે. જો કે, સાવચેતી ખાતર અરજદારોને

તેમની અરજીના નિકાલ માટે ત્રણ દિવસનો સમય રાખવાનું જણાવાયું છે. ઇટીએ અરજદારે બાયોગ્રાફિક

અને બાયોમેટ્રિક વિગતો આપવા ઉપરાંત યોગ્યતા અને અપરાધવિષયક સવાલોના જવાબ આપવાના

રહેશે. એ પછી ઓથોરાઇઝેશનને તેમના પાસપોર્ટ સાથે ડિજિટલી લિન્ક કરવામાં આવશે.

યુએસ, કેનેડા અને ફ્રાન્સ સહિત જે ૮૫ દેશોના નાગરિકોને યુકેમાં પ્રવાસ કરવા વીઝાની જરૂર નથી

તેમણે પણ હવે કાનુની રીતે ઇટીએ મેળવવા પડશે. ૧૬ પાઉન્ડની ફી ચૂકવી મેળવી શકાતાં ઇટીએની

મુદત બે વર્ષનીઅથવા પાસપોર્ટની મુદત સુધીની-બેમાંથી જેની મુદત વહેલી પુરી થતી હોય તેટલી

રહેશે. ઇટીએ દ્વારા એકથી વધારે વખત પ્રવાસ કરી શકાય છે. પ્રધાન માઇક ટેપે જણાવ્યું હતું કે યુકેની

સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા અને પ્રવાસીઓ તથા બિટિશ પ્રજાને આધુનિક અને બહેતર સેવા પુરી

પાડવા ઇટીએ સ્કીમ મહત્વની છે. યુએસની આવી જ સેવા માટે ૪૦ ડોલર્સ અને યુરોપિયન યુનિયનની

આવી ભાવિ સેવા માટે ૨૦ યુરો વસૂલાશે તેની સરખામણીમાં યુકેની આ સેવા કિફાયતી છે.

Tags: e-visaUK
Previous Post

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા

Next Post

પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇકનો જડબાતોડ જવાબ આપીશું : અફઘાનિસ્તાન

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇકનો જડબાતોડ જવાબ આપીશું : અફઘાનિસ્તાન

February 26, 2026
614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ
તાજા સમાચાર

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા

February 26, 2026
નાઈજીરિયામાં સૌથી ભયાનક પૂરે દેશમાં મચાવી તબાહી
આંતરરાષ્ટ્રીય

દક્ષિણપૂર્વ બ્રાઝિલમાં પૂર પ્રકોપથી ૪૬ લોકોના મોત : ૨૧ લોકો લાપત્તા

February 26, 2026
Next Post
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન

પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇકનો જડબાતોડ જવાબ આપીશું : અફઘાનિસ્તાન

અધેવાડા ગામ નજીક બાવળની કાંટમાંથી લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.