Saturday, March 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગર મનપાની બે મહિલા કર્મચારીની સજોડે આત્મહત્યા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતી બે યુવતીએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સચિવાલય અને મનપા કર્મચારી આલમમાં અરેરાટી સાથે આઘાતની લાગણી

dharmendravaghela by dharmendravaghela
2026-03-07 11:56:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી સમગ્ર સચિવાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ પોતપોતાના પરિવારજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી. જેના કારણે કલાકોના સર્ચ ઓપરેશન બાદ છેક ઝુંડાલ કેનાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

આ બંને યુવતીઓ જીએમસીમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. જોકે, તેમણે આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.

યુવતીઓના આપઘાત પાછળના કારણો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જેમાં કામનું ભારણ, પારિવારિક સમસ્યાઓ કે પછી બીજા કોઇ કારણથી આવું પગલું ભર્યું તે મામલે તપાસ ચલાવાઇ રહી છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે આશાસ્પદ યુવતીઓના એકસાથે મોતના સમાચારથી તેમના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.

Tags: 2 female karmachari suicidegandhinagar municiple office
Previous Post

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

March 7, 2026
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત
તાજા સમાચાર

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

March 7, 2026
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૦ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ૧૧૫ વધ્યા

March 7, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.