Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

ભારત સરકારે યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમના વાર્ષિક અહેવાલને સખત શબ્દોમાં ફગાવી દીધો

dharmendravaghela by dharmendravaghela
2026-03-17 12:10:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે

યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમના વાર્ષિક અહેવાલને સખત શબ્દોમાં ફગાવી દીધો

છે. આ અહેવાલમાં અમેરિકી પ્રશાસનને એવી ભલામણ કરવામાં આવી હતી કે વોશિંગ્ટનની સુરક્ષા

સહાય અને દ્વિપક્ષીય વેપારને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિમાં સુધારા સાથે જોડવામાં આવે.

ભારતે આ અહેવાલને પક્ષપાતી અને પ્રેરિત ગણાવીને તેની ટીકા કરી છે.

અહેવાલમાં ભારત પર ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું

જ નહીં, આ સંસ્થાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ જેવી સંસ્થાઓ અને

વ્યક્તિઓ પર લક્ષિત પ્રતિબંધો લાદવાની હિમાયત કરી છે. ભારત સરકાર ભૂતકાળમાં પણ આ સંસ્થાના

અહેવાલોને નકારતી આવી છે અને આ વખતે પણ વિદેશ મંત્રાલયે તેને સમાન રીતે જવાબ આપ્યો છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે,

USCIRF સતત ભારતનું વિકૃત અને પસંદગીયુક્ત ચિત્ર રજૂ કરી રહ્યું છે, જે શંકાસ્પદ સ્ત્રોતો અને

વૈચારિક કથા પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે આવી વારંવારની ખોટી રજૂઆતોથી કમિશનની

પોતાની વિશ્વસનીયતા જોખમાય છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલ તથ્યોથી વેગળો છે.

ભારતે અમેરિકાને અરીસો બતાવતા સૂચન કર્યું હતું કે USCIRF એ ભારતની ટીકા કરવાને બદલે

અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને તોડફોડની ઘટનાઓ પર ધ્યાન આપવું જોઈએ.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાના સભ્યો સામે વધતી અસહિષ્ણુતા અને

ધાકધમકીના કિસ્સાઓ ગંભીર ચિંતાનો વિષય છે અને તેના પર ધ્યાન આપવાની વધુ જરૂર છે.

Tags: india reactedUSCIRF report
Previous Post

ભારતમાં આતંકવાદી કાવતરું ઘડવા બદલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ

Next Post

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.