Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની લડાઈમાં અમેરિકાના ૧૬ લડાકુ વિમાનો નષ્ટ થયા

અમેરિકાના અત્યંત મોંઘા અને આધુનિક ગણાતા ડ્રોનને પણ ઈરાને નિશાન બનાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-20 11:56:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન વિરુદ્ધના ઓપરેશનમાં અમેરિકી વાયુસેનાને ધારણા કરતા વધુ નુકસાન વેઠવું પડ્યું છે. ટેકનિકલ ખામી, ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ અને પરસ્પર તાલમેલના અભાવે અત્યાર સુધીમાં અમેરિકાના 16 સૈન્ય વિમાનો નષ્ટ થયા હોવાના અહેવાલ છે.
અમેરિકાના અત્યંત મોંઘા અને આધુનિક ગણાતા MQ-9 રીપર ડ્રોન ઈરાન માટે સરળ નિશાન સાબિત થઈ રહ્યા છે. કુલ 10 ડ્રોનમાંથી 9 ડ્રોનને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા છે. એક ડ્રોન જોર્ડનના એરફિલ્ડ પર ઈરાની બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો શિકાર બન્યું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ડ્રોન માનવરહિત હોવાથી અમેરિકા જાણીજોઈને તેને હાઈ-રિસ્ક ઝોનમાં મોકલે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં ડ્રોન ગુમાવવા એ અમેરિકા માટે આંચકો છે.

આ યુદ્ધમાં દુશ્મનના હુમલા કરતા પણ વધુ નુકસાન અમેરિકાને પોતાની ભૂલો અને ટેકનિકલ ખામીને કારણે થયું છે. ઓપરેશન દરમિયાન એક KC-135 રિફ્યુઅલિંગ ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત થતા ક્રૂના તમામ 6 સભ્યોના મોત થયા છે. કુવૈતમાં મોટી ગેરસમજને કારણે અમેરિકી સેનાએ પોતાના જ ત્રણ F-15 ફાઈટર જેટ તોડી પાડ્યા હતા. આ ઘટના હાઈ-પ્રેશર યુદ્ધમાં તાલમેલનો અભાવ દર્શાવે છે. સાઉદી અરેબિયાના બેઝ પર ઈરાની મિસાઈલ હુમલામાં અન્ય 5 KC-135 વિમાનોને નુકસાન પહોંચ્યું છે.સામાન્ય રીતે અમેરિકા કોઈપણ યુદ્ધમાં આકાશ પર સંપૂર્ણ કબજો જમાવી લે છે, પરંતુ ઈરાન સામે આ દાવ ઉંધો પડી રહ્યો છે. અમેરિકી અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમને માત્ર સ્થાનિક સ્તરે જ સફળતા મળી છે, સમગ્ર ઈરાની આકાશ પર તેમનું નિયંત્રણ નથી. હાલમાં જ એક અત્યાધુનિક F-35 ફાઈટર જેટ પણ ઈરાની ગોળીબારનો શિકાર બન્યું હતું, જેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. સદનસીબે પાયલોટ સુરક્ષિત બચી ગયો હતો.ઈરાને તેના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કતાર અને સાઉદી અરેબિયાના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા તેજ કર્યા છે. હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્વના માર્ગો સુરક્ષિત રાખવા હવે અમેરિકા માટે મોટો પડકાર બની ગયો છે, કારણ કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ ડગલે ને પગલે ખતરો બનીને ઊભી છે.

Tags: us iran war
Previous Post

ગુજરાતના ૧૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ

Next Post

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.