Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

ગેસ અને તેલ સંકટ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઇફલાઇન સબમરીન ઇન્ટરનેટ કેબલ્સને ઈરાન અને સમર્પિત જૂથ નુકસાન કરે તેવી ભીતિ

dharmendravaghela by dharmendravaghela
2026-03-20 12:00:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવે હવે માત્ર તેલ અને ગેસના પુરવઠા પર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડિજિટલ લાઈફલાઈન સમાન ‘સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ’ પર પણ ખતરો પેદા કર્યો છે. જો ઈરાન કે તેના સમર્થિત જૂથો દ્વારા સમુદ્રના પેટાળમાં બિછાવેલા આ કેબલોને નુકસાન પહોંચાડવામાં આવશે, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ઈન્ટરનેટ ડેટા માટે બે માર્ગો સૌથી મહત્વના છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને દરિયાઈ સુરંગો બિછાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હોર્મુઝના સૌથી સાંકડા હિસ્સામાં દરિયો માત્ર 200 ફૂટ ઊંડો છે, જે કેબલ્સને નુકસાન પહોંચાડવા માટે સૌથી સરળ રસ્તો છે. લાલ સમુદ્રમાં બાબ-અલ-મંદેબમાં ઈરાન સમર્થિત હૂથી જૂથો સતત જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ વિસ્તારની નીચેથી યુરોપ, એશિયા અને આફ્રિકાને જોડતી 17 મુખ્ય કેબલ્સ પસાર થાય છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે આપણો મોટાભાગનો વિદેશી ડેટા ટ્રાફિક આ રૂટ પર નિર્ભર છે. એએઇ-1, ફાલ્કન, ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ અને ટાટા-ટીજીએન ગલ્ફ જેવી સક્રિય કેબલ્સ આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો આ કેબલ્સ કપાય તો ઓનલાઇન પેમેન્ટ, વિદેશી કોલ્સ, ઇમેઇલ અને ક્લાઉડ સર્વિસિસ ધીમી પડી શકે છે અથવા સંપૂર્ણ બંધ થઈ શકે છે.

આપણે જે ઈન્ટરનેટ વાપરીએ છીએ તેનો 97% થી વધુ ડેટા સેટેલાઇટથી નહીં પણ સમુદ્ર નીચે રહેલા આ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલના ડેટા સેન્ટર્સ યુએઈ અને સાઉદી અરેબિયા પણ આ જ લાઈનો સાથે જોડાયેલા છે. વીડિયો કોન્ફરન્સિંગથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની તમામ સેવાઓ આ કેબલ્સ પર ટકેલી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધની આગ સમુદ્રના તળિયે પહોંચશે, તો દુનિયા દાયકાઓ પાછળ ધકેલાઈ શકે છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના આ વધતા તણાવ પર હવે ટેક જગતની પણ નજર છે.

Tags: internet seavice
Previous Post

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

Next Post

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની લડાઈમાં અમેરિકાના ૧૬ લડાકુ વિમાનો નષ્ટ થયા

March 20, 2026
Next Post

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.