અમેરિકા અને ઇઝરાયલના ભીષણ હુમલાઓથી સળગી રહેલા મોરચા પર, ઇઝરાયલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકન લશ્કરી થાણાઓ સામે ઈરાન પણ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યું છે. મિસાઇલો અને ડ્રોનની ગર્જના વચ્ચે આ સંઘર્ષ હવે 22મા દિવસમાં પ્રવેશી ગયો છે અને સમગ્ર પ્રદેશમાં તણાવ વધી રહ્યો છે.
ઈરાને હિંદ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ડિએગો ગાર્સિયા પર બે મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. આ માહિતી ઘણા યુએસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. આમાંથી કોઈ પણ મિસાઇલ બેઝને નિશાન બનાવી શકી નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બે મિસાઇલોમાંથી એક ઉડાન દરમિયાન નિષ્ફળ ગઈ, જ્યારે એક યુએસ યુદ્ધજહાજે બીજા મિસાઇલને અટકાવવા માટે SM-3 ઇન્ટરસેપ્ટર ચલાવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઇલને અટકાવવામાં આવી હતી કે નહીં તે સ્પષ્ટ નથી.ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ મિસાઈલને રોકવા માટે પોતાના જંગી જહાજ પરથી SM-3 ઈન્ટરસેપ્ટર લોન્ચ કર્યું હતું. જોકે, ઈન્ટરસેપ્ટર મિસાઈલને હવામાં તોડી પાડવામાં સફળ રહ્યું કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર અંદાજે 4118 કિલોમીટર છે. ઈરાનની અત્યાર સુધીની જાણીતી મિસાઈલ ક્ષમતા આટલી લાંબી રેન્જની નથી, જે સૂચવે છે કે ઈરાને ગુપ્ત રીતે પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે.સામાન્ય રીતે ઈરાનની ગતિવિધિઓ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (મિડલ ઈસ્ટ) હેઠળ આવતી હોય છે, પરંતુ ડિયેગો ગાર્સિયા યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં આવે છે. આ હુમલાથી સાબિત થાય છે કે, હવે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે અને ઈરાન સીધા અમેરિકાના વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં ઇઝરાયલ કે અન્ય પડોશી દેશોની ભૂમિકા અથવા પ્રતિક્રિયા પર પણ દુનિયાની નજર રહેશે.
ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. અહીંથી જ અમેરિકા એશિયા અને મિડલ ઈસ્ટ પર નજર રાખે છે અને બોમ્બર વિમાનોનું સંચાલન કરે છે.




