મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર પહોંચી ગયો છે.
ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા બાદ, ઈરાને વળતા પ્રહાર તરીકે સાઉદી
અરેબિયા સ્થિત અમેરિકન સૈન્ય બેઝ પર મોટો હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં
તણાવની સ્થિતિ સર્જાઈ છે અને રશિયા-યુક્રેન બાદ હવે આ ક્ષેત્રમાં પણ મહાયુદ્ધ ફાટી નીકળવાની ભીતિ
સેવાઈ રહી છે.બહેરીન અને યુએઈમાં ફરી એકવાર ઇરાન તરફથી મિસાઈલ હુમલાની આશંકાને જોતા
સાયરનો વાગ્યા હતા જેના લીધે નાગરિકોનું ટેન્શન વધી ગયું હતું. જોકે આ હુમલા અમેરિકન સૈન્ય
બેઝને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ પહેલીવાર આ યુદ્ધમાં સીરિયા તરફ
ઈરાન દ્વારા મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે જેમાં સીરિયામાં પ્રચંડ ધડાકા સંભળાયા
હતા.
રશિયાની ટીએએસએસ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર રશિયા આગામી 1 એપ્રિલથી 31 જુલાઈ
સુધી ગેસ અને ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.
યમનની સેનાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે અમે અમેરિકા અને ઈઝરાયલને ઈરાન પર હુમલા
કરવા માટે રાતા સમુદ્રનો ઉપયોગ નહીં કરવા દઇએ. જો અમેરિકા અને ઈઝરાયલની સાથે કોઈ અન્ય
ગઠબંધન યુદ્ધ મેદાનમાં ઉતરશે તો અમે પણ ઈરાન તરફથી યુદ્ધ લડવા સીધી રીતે મેદાનમાં આવી
જઈશું.






