Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે : સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમજ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-03-31 12:11:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પીએમ મોદીએ આજે મહાવીર જયંતીના દિવસે કોબામાં જૈન હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ એક્સ પર આની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની કેટલીક ઝલક અહીં રજૂ કરી છે જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે. ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતાને શક્તિ અને આશા આપે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા છે. આજે અમદાવાદના એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થયું હતું. ત્યાંથી તેઓ સીધા ગાંધીનગરના કોબા તીર્થ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આ મ્યુઝિયમ જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર થયેલા મ્યુઝિયમ લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી.પીએમ મોદીએ આજે મહાવીર જયંતીના દિવસે કોબામાં જૈન હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ એક્સ પર આની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની કેટલીક ઝલક અહીં રજૂ કરી છે જેનું આજે ઉદ્ઘાટન થવાનું છે. ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતાને શક્તિ અને આશા આપે છે.ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે આવેલું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ એક ભવ્ય મ્યુઝિયમ છે. જે મહાવીર જૈન આરાધના કેન્દ્રનો એક ભાગ છે. આ મ્યુઝિયમમાં ભારતનો અત્યંત પ્રાચીન અને અમૂલ્ય વારસો સંગ્રહિત છે. તે જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના ઇતિહાસને દર્શાવતું એક મહત્વનું કેન્દ્ર છે. જે અહીં હજારો વર્ષ જૂની હસ્તપ્રતો, પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ અને અન્ય કલાકૃતિઓ રાખવામાં આવી છે.મહત્વનું છે કે, ભારતની ભવ્ય વિરાસત અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખવા માટે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ એક અનોખા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જે 95,000 ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું આ આધુનિક સ્થાપત્ય ભારતની પ્રાચીન કલા અને સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ છે. આ મ્યુઝિયમની મુખ્ય વિશેષતાઓ સમાન ઇતિહાસની અનોખી સફર પર લઈ જવા માટે 7 ભવ્ય ગેલેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અહીં 2000થી વધુ પ્રાચીન જ્ઞાન, શિલ્પ અને કલા સામગ્રીનો અનોખો સંગ્રહ છે. જેમાં ભારતના વિવિધ રાજ્યોની અનમોલ ધરોહર અને અત્યંત દુર્લભ કલાકૃતિઓનો સમાવેશ છે.પીએમ મોદી સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ ગુજરાત અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.
પરિવહન ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ સમાન 109 કિમી લાંબા ‘અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે’ નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર માત્ર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.
પ્રવાસના અંતિમ તબક્કે વડાપ્રધાન વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે આ તમામ વિકાસકાર્યોની કુલ કિંમત 19,806.9 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જશે.

Tags: gujaratjain muciummodi
Previous Post

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

Next Post

ભાવનગરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન પાસેથી ૪૫૦ કિલો યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પની યોજના

March 31, 2026
Next Post

ભાવનગરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.