Sunday, April 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

એક સમયે ભારતના વિરોધી દેશોએ હવે તેલ માટે ભારત પાસે મદદ માગી

dharmendravaghela by dharmendravaghela
2026-04-03 11:57:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિયામાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ

ઘેરું બન્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જવાને કારણે તેલની સપ્લાય ખોરવાઈ છે, જેની સૌથી

ગંભીર અસર ભારત વિરોધી વલણ ધરાવતા પાડોશી દેશો માલદીવ્સ અને બાંગ્લાદેશ પર પડી છે. એક

સમયે જે દેશો ‘ઇન્ડિયા આઉટ’ના નારા લગાવતા હતા અને ચીનની નિકટ જઈને ભારતને આંખો

બતાવતા હતા, આજે એ જ દેશો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારત સામે મદદની ગુહાર લગાવી

રહ્યા છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી છે કે, માલદીવ્સે ભારત પાસે ટૂંકા

ગાળા અને લાંબા ગાળા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગ કરી છે. વર્લ્ડ બેન્કના ડેટા મુજબ માલદીવ્સ

મોટાભાગનું ઈંધણ ઓમાનથી મેળવે છે, પરંતુ યુદ્ધને કારણે સપ્લાય બંધ થતા તે મુશ્કેલીમાં મુકાયું છે.

બીજી તરફ, બાંગ્લાદેશ પણ ઈંધણની અછતનો સામનો કરી રહ્યું છે. ભારત હાલમાં દુનિયાનું ચોથું સૌથી

મોટું રિફાઇનર છે અને તે પહેલેથી જ કોમર્શિયલ કરારો હેઠળ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકાને

ઈંધણ પૂરું પાડી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાને 38,000 ટન પેટ્રોલિયમ મોકલવામાં આવ્યું છે, જ્યારે

બાંગ્લાદેશને પાઈપલાઈન દ્વારા ડીઝલનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.

માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ અને બાંગ્લાદેશની યુનુસ સરકારે ભૂતકાળમાં ભારત સાથેના સંબંધો

બગાડવામાં કોઈ કસર છોડી નહોતી. ચીનના પ્રભાવ હેઠળ આવીને આ દેશોએ વ્યૂહાત્મક રીતે ભારતનો

વિરોધ કર્યો હતો. જોકે, વર્તમાન કટોકટીએ સાબિત કરી દીધું છે કે મુશ્કેલીના સમયે પાડોશી જ ખરેખર

કામ આવે છે. ભારત પોતે પણ અત્યારે પડકારોનો સામનો કરી રહ્યું છે, કારણ કે ભારતના 18 જેટલા

ઓઇલ અને ગેસના જહાજો હોર્મુઝમાં ફસાયેલા છે, જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે ઈરાન સાથે

વાતચીત ચાલી રહી છે.

ભારત પોતાની ‘નેબરહુડ ફર્સ્ટ’ની નીતિને વળગી રહીને ઉદારતા દાખવી રહ્યું છે. પોતાની જરૂરિયાતો

અને ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ભારત માલદીવ્સની માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

અગાઉ યુક્રેન હોય કે પેલેસ્ટાઈન, ભારતે હંમેશા સંકટના સમયે મદદનો હાથ લંબાવ્યો છે. હવે જોવાનું એ

રહે છે કે ભારત પાસેથી મદદ લીધા બાદ માલદીવ્સ અને બાંગ્લાદેશ પોતાની જૂની વ્યૂહનીતિ બદલીને

ભારત સાથેના સંબંધોમાં કેટલું મહત્ત્વ આપે છે.

Tags: indiaurja sankat
Previous Post

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

Next Post

ભાવનગરના જય ભવાની ગ્રુપ દ્વારા શાળાના બાળકોને લંચબોક્સ સહિતની વસ્તુનું વિતરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post

ભાવનગરના જય ભવાની ગ્રુપ દ્વારા શાળાના બાળકોને લંચબોક્સ સહિતની વસ્તુનું વિતરણ

ભાજપ પ્રદેશ નિરીક્ષકોએ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સાંભળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.