Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો માટે મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ

dharmendravaghela by dharmendravaghela
2026-04-09 11:37:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરલ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેરલમની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને લેફ્ટ ફ્રન્ટ પોતાની સત્તા જાળવી રાખી હેટ્રિક લગાવવા માંગે છે, જ્યારે કોંગ્રેસ બંને રાજ્યોમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા પોતાના સત્તાના વનવાસને ખતમ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
કેરલમની 140 બેઠકો પર 883 ઉમેદવારો મેદાનમાં છે, જેમના માટે 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વિકાસના મુદ્દે ત્રીજી વખત સત્તામાં આવવા આશાવાદી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વવાળું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) રાહુલ અને પ્રિયંકા ગાંધીના આક્રમક પ્રચારના જોરે વાપસી કરવા માંગે છે. અહીં ભાજપ પણ પોતાની તાકાત વધારીને જંગને ત્રિપાંખિયો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો 2.50 કરોડ મતદારો કરશે. અહીં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિકના ઈરાદે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને 10 વર્ષનો વનવાસ ખતમ કરવા દાવ ખેલ્યો છે. આસામમાં આ વખતે પરિસીમન પછી પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે, જેમાં મુસ્લિમ બહુલ બેઠકોની સંખ્યામાં ફેરફાર થયો છે. બદરુદ્દીન અજમલની AIUDF પાર્ટી આ વખતે અલગ ચૂંટણી લડીને મુસ્લિમ મતોના આધારે જંગને રસપ્રદ બનાવી રહી છે.
કેરલમ: અહીં ખ્રિસ્તી અને મુસ્લિમ મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે. LDF એ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓને હથિયાર બનાવ્યું છે, જ્યારે યુડીએફ એ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાની રણનીતિ અપનાવી છે.
આસામ: અહીં ચાના બગીચાના મજૂરો (36 બેઠકો પર અસર) અને અહોમ સમુદાયના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપ ધ્રુવીકરણ અને વિકાસ પર જોર આપી રહી છે, જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને મોંઘવારીને મુદ્દો બનાવી રહી છે.

Tags: aasamkeralmpudducherivoting
Previous Post

Încredere Și Plată Cură De-A Lungul . întreaga Românie Play & Claim Royals

Next Post

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.