Thursday, July 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાનો યુક્રેન ઉપર ભીષણ હુમલો

રશિયાએ વહેલી સવારે ડ્રોન અને મિસાઇલનો મારો કરતા રાજધાની કિવ સહિતના શહેરોમાં ભયનો માહોલ : પોલેન્ડ પણ સતર્ક થયું

dharmendravaghela by dharmendravaghela
2026-07-02 11:32:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. ગુરુવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો જોરદાર હવાઈ હુમલો કર્યો છે. રશિયન સેનાએ કીવને નિશાન બનાવીને એકસાથે ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલાને પગલે સમગ્ર યુક્રેનમાં હડકંપ મચી ગયો છે, તો બીજી તરફ પડોશી દેશ પોલેન્ડે પણ પોતાની સરહદો પર હાઈ ઍલર્ટ જાહેર કરી દીધું છે.
અહેવાલો અનુસાર, મોડી રાત્રે શરૂ થયેલા રશિયન મિસાઈલ હુમલાના કારણે સમગ્ર કીવ શહેરમાં એર રેડના સાયરન ગૂંજવા લાગ્યા હતા. હુમલો એટલો તીવ્ર હતો કે જીવ બચાવવા માટે હજારો નાગરિકોને અડધી રાત્રે મેટ્રો સ્ટેશનો અને અંડરગ્રાઉન્ડ બંકરો તરફ ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર આકાશ મિસાઈલો અને યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમના ટ્રેસર ફાયરના પ્રકાશથી ઓળખાઈ ગયું હતું. યુક્રેનના સંરક્ષણ દળોએ રશિયન મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે આખી રાત જવાબી કાર્યવાહી કરી હતી.
કીવના મેયર વિતાલી ક્લિત્સ્કોના જણાવ્યા અનુસાર, રશિયાના હુમલામાં શહેરના અનેક વિસ્તારોને મોટું નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી છે. મધ્ય કીવમાં આવેલા શેવચેન્કો બુલેવાર્ડ પર એક હોટલના ઉપરના માળે મિસાઈલ અથડાતા આગ લાગી હતી, જેની જ્વાળાઓ માઈલો દૂરથી જોઈ શકાતી હતી. એક રહેણાંક વિસ્તારમાં આવેલી 9 માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો એક મોટો ભાગ મિસાઈલના પ્રહારથી પત્તાની જેમ ધરાશાયી થઈ ગયો હતો.રશિયન પ્રહારોમાં એક એમ્બ્યુલન્સ સ્ટેશનને પણ સીધી ટક્કર વાગી હતી, જેમાં એક પેરામેડિક સ્ટાફ મેમ્બર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ હોવાથી જાનહાનિનો આંકડો વધવાની આશંકા છે.
યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘દેશની ગુપ્તચર એજન્સીઓએ રશિયા દ્વારા આવા કોઈ મોટા હુમલાની ચેતવણી અગાઉથી જ આપી દીધી હતી.’ પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ પોતાનો આયર્લેન્ડના ડબલિનનો સત્તાવાર પ્રવાસ અધવચ્ચેથી જ ટૂંકાવી દીધો હતો અને તાત્કાલિક યુક્રેન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
રશિયા દ્વારા પશ્ચિમી યુક્રેનની સરહદોની નજીક કરાયેલા આ મિસાઈલ હુમલાને પગલે નાટોના સભ્ય દેશ પોલેન્ડમાં પણ ખળભળાટ મચી ગયો છે. રશિયન મિસાઈલો ભૂલથી પણ પોતાની સરહદમાં ન પ્રવેશે તે માટે પોલેન્ડે તાત્કાલિક અસરથી મિલિટરી અને એરફોર્સને હાઈ ઍલર્ટ પર મૂકી દીધી છે. યુરોપના નિષ્ણાતો આ ઘટનાને આગામી દિવસોમાં યુદ્ધ વધુ ઉગ્ર બનવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

Tags: russia attackukraine
Previous Post

ગુજરાતમાં ચોમાસું જામ્યું : ૧૦૭ તાલુકામાં મેઘમહેર

Next Post

જૂન મહિનામાં દેશમાં વીજળીના વપરાશમાં ૧૧.૬૨ ટકાનો થયો વધારો : ૧૬૬.૬૬ અબજ યુનિટ વપરાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી૨૦ મેચ વરસાદના કારણે થઈ રદ્દ
આંતરરાષ્ટ્રીય

ઇંગ્લેન્ડ સામેની પહેલી ટી૨૦ મેચ વરસાદના કારણે થઈ રદ્દ

July 2, 2026
તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષના નેતાઓ સહિતના ટીવીકેમાં જોડાશે
તાજા સમાચાર

તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષના નેતાઓ સહિતના ટીવીકેમાં જોડાશે

July 2, 2026
જૂન મહિનામાં દેશમાં વીજળીના વપરાશમાં ૧૧.૬૨ ટકાનો થયો વધારો : ૧૬૬.૬૬ અબજ યુનિટ વપરાશ
તાજા સમાચાર

જૂન મહિનામાં દેશમાં વીજળીના વપરાશમાં ૧૧.૬૨ ટકાનો થયો વધારો : ૧૬૬.૬૬ અબજ યુનિટ વપરાશ

July 2, 2026
Next Post
જૂન મહિનામાં દેશમાં વીજળીના વપરાશમાં ૧૧.૬૨ ટકાનો થયો વધારો : ૧૬૬.૬૬ અબજ યુનિટ વપરાશ

જૂન મહિનામાં દેશમાં વીજળીના વપરાશમાં ૧૧.૬૨ ટકાનો થયો વધારો : ૧૬૬.૬૬ અબજ યુનિટ વપરાશ

તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષના નેતાઓ સહિતના ટીવીકેમાં જોડાશે

તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષના નેતાઓ સહિતના ટીવીકેમાં જોડાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.