Tuesday, July 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ખાડી દેશોમાં યુદ્ધની અસરથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર ઉપર સીધી અસર : ક્રૂડ ઓઈલનો ભાવ વધીને ૮૪.૪૪ ડોલર થઈ જતા વિશ્વના દેશોની ચિંતા વધી

dharmendravaghela by dharmendravaghela
2026-07-14 12:33:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ અને જહાજો પર થઈ રહેલા મિસાઈલ હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં અચાનક ભડકો થયો છે. સોમવાર સુધી 80 ડોલરની આસપાસ ટ્રેડ કરતું ક્રૂડ ઓઈલ મંગળવારે ઉછળીને 84 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું છે. તેલના ભાવમાં આ તોફાની તેજીના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી અને ઈંધણ સંકટનો મોટો ખતરો ઊભો થયો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના પગલે મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને 84.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. તેની સાથે જ યુએસ ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ ઉછળીને 80 ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત મર્બન ક્રૂડના ભાવ પણ 79.34 ડોલરની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા. બજારના વિશ્લેષકોના મતે જો પશ્ચિમ એશિયાનો આ જંગ લાંબો ખેંચાશે, તો ક્રૂડ ઓઈલ ફરી એકવાર 120 ડોલર પ્રતિ બેરલને પણ પાર કરી શકે છે. જે વૈશ્વિક બજારો માટે અત્યંત ચિંતાજનક બાબત છે.
ભૌગોલિક રીતે ઈરાન, ઓમાન અને યુએઈ વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ માત્ર 33 કિલોમીટર પહોળો દરિયાઈ માર્ગ છે. પરંતુ વૈશ્વિક વેપાર માટે તે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે દુનિયાની કુલ તેલ-ગૅસ જરૂરિયાતોનો આશરે 20 ટકા (પાંચમો હિસ્સો) પુરવઠો આ જ રૂટ પરથી પસાર થાય છે. અગાઉ પણ આ યુદ્ધના કારણે જ્યારે આ માર્ગ પ્રભાવિત થયો હતો, ત્યારે ભારત, બ્રિટન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી (LPG) ના ભાવ આસમાને પહોંચી ગયા હતા.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાના મૂડમાં નથી. તેમણે તાજેતરમાં જ ઈરાન સાથેની વાટાઘાટોને સમયનો બગાડ ગણાવ્યો હતો. જો અમેરિકી સેના ઈરાનના પરમાણુ મથકો ઉપરાંત તેના મુખ્ય ઓઈલ ટર્મિનલ ‘ખાર્ગ આઈલેન્ડ’ને ટાર્ગેટ બનાવશે, તો તેલની કિંમતોમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈરાન પોતાના કુલ તેલ નિકાસનો આશરે 90 ટકા હિસ્સો આ જ ખાર્ગ આઈલેન્ડ ટર્મિનલથી ઓપરેટ કરે છે.
આ યુદ્ધ હવે માત્ર અમેરિકા-ઈરાન પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ આખા અખાતી વિસ્તારને લપેટમાં લઈ રહ્યું છે. એક તરફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન સામસામે લડી રહ્યા છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ યમનના ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો પર સૈન્ય કાર્યવાહી તેજ કરી છે. ઈરાને વળતો પ્રહાર કરીને યુએઈના ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. આ ઉપરાંત ઈરાને જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર પણ મિસાઈલ હુમલા કરીને યુદ્ધને વધુ ગંભીર વળાંક આપ્યો છે.

Tags: crude oil price up
Previous Post

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમ યોજાયો

Next Post

આરબ અમીરાતના બે તેલ ટેન્કર ઉપર હુમલો : એક ભારતીયનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન
તાજા સમાચાર

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

July 14, 2026
ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે
આંતરરાષ્ટ્રીય

ભારતીય વંશના અનીલ મેનન આજથી આઠ મહિનાની અવકાશ યાત્રાએ જશે

July 14, 2026
સામાન્ય કાર ચાલક પોતાની કારનું માઈલેજ નક્કી કરી શકે નહીં : નીતિન ગડકરી
તાજા સમાચાર

સામાન્ય કાર ચાલક પોતાની કારનું માઈલેજ નક્કી કરી શકે નહીં : નીતિન ગડકરી

July 14, 2026
Next Post
આરબ અમીરાતના બે તેલ ટેન્કર ઉપર હુમલો : એક ભારતીયનું મોત

આરબ અમીરાતના બે તેલ ટેન્કર ઉપર હુમલો : એક ભારતીયનું મોત

નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ

નેપાળમાં દબાણ હટાવવા મામલે અધિકારીઓના કડક વલણનો વ્યાપક વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.