તળાજાની યાકુબભાઈની વાડી તરીકે ઓળખાતા રહેણાંક વિસ્તારમાં આજે રાત્રીના ૩ વાગ્યા પહેલા બ્લાસ્ટ નો મોટો ધડાકો થયોહતો. ધડાકો થતાંજ આસપાસ ના અડધા કિલોમીટર મા સાંભળવા મળ્યો હતો. જેને લઈ રહીશો સફાળા જાગીગયા હતા. સ્થળપર દોડી ને જતા ઝુંપડામા બ્લાસ્ટ સાથે આગ લાગીહતી.જે રહીશો અને ફાયર ટીમે ઓલવી હતી.બે વ્યક્તિ બહાર હોય તેમનો આબાદ બચાવ થયોહતો.
તળાજા ફાયર ઓફિસર પઢેરિયા એ જણાવ્યું હતુકે ૧૧૨ દ્વારા રાત્રીના ૨.૫૮ મિનિટે કોલ આવ્યો હતો.એ કોલના પગલે યાકુબભાઈની વાડી જ્યાં રહેણાંક વિસ્તાર છે ત્યાં આવેલ ઝૂંપડીમા આગ લાગી હતી.સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ કે ધડાકો એટલો મોટો હતો કે અડધા કિલોમીટરમા રહેતા લોકો ભર નિંદ્રામાંથી જાગી ગયા હતા.સ્થળપર જઈ ને જોતા ગેસનો નાનો બાટલો હતો ઝૂંપડીમા તે ફાટયોહતો.આ ઝૂંપડીમા બાપ દીકરો બે રહેછે.આ વિસ્તારમાં મકાન બનતા હોય ત્યાં રખોપુ કરવાની મજૂરી કરેછે. તેઓ આજે બહાર હોય બંને બચી ગયા હતા.આગને ફાયર ટીમ અને રહીશોએ ઓલવી હતી.





