Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પિકઅપ અને ડમ્પરની ટક્કરથી ગ્વાલિયર હાઈવે રક્તરંજિત

ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર મધ્યરાત્રીએ થયો ગમખ્વાર અકસ્માત, ગાયોને બચાવવા જતાં છીનવાઈ 8 જિંદગી

dharmendravaghela by dharmendravaghela
2026-08-18 11:21:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઈવે-719 પર સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. છીમકા ગામ નજીક શ્રમિકોથી ભરેલી પિકઅપ ગાડી અને સામેથી આવી રહેલા ઝડપી ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 કમનસીબ શ્રમિકએ સ્થળ પર જ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે 32 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતાં વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ દર્દનાક અકસ્માત રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, હાઈવે પર અચાનક રસ્તા વચ્ચે બેઠેલા ગાયોના ટોળાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે પિકઅપ ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને સામેથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર સાથે ગાડી અથડાઈ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અડધી રાત્રે ચીસિયારોથી આખો હાઈવે ગૂંજી ઊઠ્યો હતો. મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ શ્રમિક ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના વતની હતા. તેઓ ડાંગરની રોપણી (ધાન કી રોપાઈ)નું મજૂરી કામ પૂરું કરીને પોતાના વતન અને પરિવાર પાસે પરત ફરી રહ્યા હતા. પરંતુ કાળની ક્રૂરતા સામે તેઓ પોતાના ઘરે પહોંચે તે પહેલા જ આ માર્ગ અકસ્માતે તેમના પરિવારના માળખાં વિખેરી નાખ્યા છે.
ઘટનાની જાણ થતાં જ ગોહદ ચોરાહા થાણા પોલીસ ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક ગોહદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકોને વધુ સારવાર અર્થે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે. હાલમાં તમામ 8 મૃતકોના શબને મોર્ચરીમાં રાખીને તેમની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags: accident gwalior
Previous Post

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને યુપી સરકારે સોંપ્યો SITનો ફાઇનલ રિપોર્ટ

Next Post

ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ
તાજા સમાચાર

ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

August 18, 2026
Next Post
ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

ઝારખંડ સરકારનો નિર્ણય: ૨૦૧૪થી આયોજિત તમામ આઉટસોર્સિંગ પરીક્ષાઓ, પરિણામો રદ

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.