વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો ફેરબદલ જોવા મળ્યો છે. અત્યાર સુધી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત સહિતના દેશો સામે કડક વલણ અપનાવનાર અને ટેરિફ ઝીંકવાની ધમકી આપનાર અલ્ટીમેટમ આપનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતે જ રશિયા સાથે મોટો ડીઝલ સોદો કરવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના દાવો અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અમેરિકા અને વૈશ્વિક બજારોમાં ડીઝલનો પુરવઠો પૂરો પાડવા માટે સંમત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયા તરફથી પહેલા 3 લાખ ટનથી વધુ ડીઝલ મોકલવામાં આવશે. તે પછી નવેમ્બર મહિનામાં 5 લાખ ટન ડીઝલ મોકલવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં પણ 10 લાખ ટન અને વધારાનું 30 લાખ ટન ડીઝલ રશિયા અમેરિકાને આપશે તેવો ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમેરિકી પ્રમુખે આ સોદાને એક “ઐતિહાસિક સમજૂતી” ગણાવી છે અને ડીઝલનો જંગી જથ્થો આપવા બદલ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો આભાર પણ માન્યો છે.
અમેરિકાના આ પગલાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ટેરિફ અને દબાણની નીતિ પર પ્રશ્નાર્થચિહ્ન ઊભું થયું છે. ભારત લાંબા સમયથી પોતાની ઊર્જા સુરક્ષા અને નાગરિકો માટે સસ્તા તેલની ઉપલબ્ધતાને પ્રાથમિકતા આપતું આવ્યું છે. સપ્ટેમ્બર 2026માં પણ ભારતે રશિયા પાસેથી દરરોજ સરેરાશ 1.75 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે ભારતની કુલ કાચા તેલની આયાતનો આશરે ત્રીજો ભાગ છે. જ્યાં સુધી અમેરિકા ભારત પર રશિયા પાસેથી ઊર્જા ખરીદવા અંગે દબાણ કરતું હતું, ત્યાં હવે પોતે જ પોતાના સ્થાનિક બજાર માટે રશિયન ડીઝલનો સહારો લઈ રહ્યું છે.





