ચીને લદ્દાખની 28 જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે. ચીને મંગળવારે આ જગ્યાઓનાં નામ નક્કી કરવાના ભારતના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો. ચીને કહ્યું કે આ વિસ્તારો અમારા છે અને ભારત નામ બદલવાથી કે નવું નામ રાખવાથી જમીન પરનો માલિકી હક બદલાશે નહીં.
ભારતે 2 ઓક્ટોબરે આ જગ્યાઓનાં નામ સત્તાવાર રીતે નક્કી કર્યા હતા. તેમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા વિસ્તારો પણ સામેલ છે, જ્યાં 2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ થયો હતો. ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે મંગળવારે કહ્યું કે ચીન લદ્દાખને ભારત દ્વારા બનાવવામાં આવેલું કેન્દ્રશાસિત પ્રદેશ માનતું નથી. ચીને ભારતના આ પગલાને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે સરહદના પશ્ચિમ ભાગના આ વિસ્તારો તેના છે.





