ગુજરાત રાજ્યમાં નવરાત્રિનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ચોથું નોરતું છે. માત્ર ગુજરાત જ નહીં પણ વિદેશમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં પણ હવે નવરાત્રિના તમામ દિવસો દરમિયાન ગરબાનું આયોજન થઈ રહ્યું છે. સામાન્ય રીતે વિદેશમાં શનિ-રવિ જ નવરાત્રિ થતી હોય છે પરંતુ છેલ્લા બે – ત્રણ વર્ષથી તેમાં બદલાવ આવ્યો છે.
મળતી વિગત પ્રમાણે, વિશ્વભરમાં નવરાત્રિની ઉજવણી ગુજરાતીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ભારતીય પરિવારોને એક તાંતણે બાંધી રહી છે. કેટલાક ખેલૈયાઓ તો રાસ-ગરબાની આનંદભરી રાતો માણવા માટે કલાકોની મુસાફરી પણ કરી રહ્યા છે. મંદિરો અને સાંસ્કૃતિક સંસ્થાઓ તમામ નવ રાતો માટે કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, જ્યારે લોકપ્રિય કલાકારો વીકએન્ડ (શનિ-રવિ)ના કાર્યક્રમોમાં વિશાળ જનમેદની ખેંચી રહ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી અને ન્યૂયોર્કથી લઈને ઓસ્ટ્રેલિયાના સિડની સુધી, આ તહેવાર સામાજિક ઉત્સવની સાથે સાથે ગુજરાત સાથેના જોડાણનું માધ્યમ પણ બની રહ્યો છે.
અમેરિકાના ન્યૂ જર્સીમાં ઘટ સ્થાપન વિધિ પછી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાંથી ખેલૈયાઓ એકઠા થાય છે અને મધ્યમાં રાખેલી ગરબી ફરતે ગરબા રમે છે. મંદિરના પૂજારીના કહેવા પ્રમાણે ભક્તો તેમની વ્યસ્ત દિનચર્યા અને લાંબી મુસાફરી છતાં દરરોજ ભાગ લે છે તે જોઈને અમે છેલ્લા બે-ત્રણ વર્ષથી તમામ નવ રાતો દરમિયાન ગરબાનું આયોજન કરી રહ્યા છીએ. વીકએન્ડમાં અને જ્યારે કોઈ લોકપ્રિય કલાકાર પરફોર્મ કરી રહ્યા હોય ત્યારે ભીડ ચારથી પાંચ ગણી વધી જાય છે.નવરાત્રિની ઉજવણી વિદેશમાં આયોજિત ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોનો અભિન્ન ભાગ રહી છે. જોકે ગુજરાતીઓ આ કાર્યક્રમોનું મુખ્ય કેન્દ્ર હોય છે,






