દેશના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો તેજ બન્યો છે અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાન 0°C નોંધાયું છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ, આજે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત 8 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. અગાઉ રવિવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા તેમજ પૂર્વોત્તરના નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાન બદલાયું છે. હવામાન વિભાગે આજે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને પુડુચેરીમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન, બંગાળની ખાડીમાં ચક્રવાત ‘અકવાન’ નબળું પડ્યા બાદ ફરી એક નવી મોસમી સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. અગાઉ આ ખાડીમાં અર્નવ, મુરાસુ અને અકવાન એમ ત્રણ ચક્રવાત ત્રાટકી ચૂક્યા છે. જો આ નવી સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થાય છે, તો માત્ર 35થી 40 દિવસના ટૂંકા ગાળામાં આ ચોથું ચક્રવાત હશે, જેના પર હવામાન વિભાગની નજર છે.ચક્રવાતી






