ભાવનગરના ખારસી વિસ્તારમાં રહેતા વૃદ્ધ પર એક શખ્સે લાકડી વડે હુમલો કરી ધમકી આપતા ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ખારસી વિસ્તારમાં શ્રીજી પ્લોટની સામે રહેતા ધીરુભાઈ સરવજીભાઈ પરમારની દીકરી સોનલબેને એમની બાજુમાં મકાન ભાડે અપાવેલ હોય અને સોનલબેન સાથે બોલાચાલી કરતા હોય ધીરુભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેની દાજ રાખી પ્રદીપ રમેશભાઈ પરમાર પ્લાસ્ટિકની લાકડી વડે ધીરુભાઈ ઉપર હુમલો કરી ગાળો અને ધમકી આપી હતી. આ બનાવ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.





