ભાવનગર – અમદાવાદ હાઇવે પર ધંધુકા – બગોદરા વચ્ચે હરિપર ગામના પાટીયા પાસે ટ્રક અને કારનો સામસામે ધડાકાભેર અકસ્માત થતા કારનો આગળનો ભાગ ટ્રકમાં ઘુસી ગયો હતો કારમા સવાર બે બાળકો સહિત પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા બનાની જાણ કરાતા ૧૦૮ ઘટના સ્થળે દોડી ગયેલ.તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુ વિગતોની રાહ જોવાઈ છે.
રિપોર્ટર : આશા ટીંબલીયા ધંધુકા