મહુવા તાલુકાના તરેડ ગામમાં જુગાર રમતા ચાર ઈસમોને એલ.સી.બી. એ ઝડપી લઇ રોકડ રકમ કબજે કરી હતી.
એલ.સી.બી. પોલીસ કાફલો મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે તરેડ ગામના ડેમના પટમાં જુગાર રમતા તરેડના ભાવેશ મોહનભાઈ રાવલીયા, રાહુલ મંગાભાઈ પરમાર, સાકીર મુસાભાઇ મોગર અને સોહીલ રફિકભાઈ પઠાણને રૂ. ૧૦,૪૯૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બી.એ જુગાર રમતા તમામ ઈસમો વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.