ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવામંડળ ભાવનગર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના ૭૨માં નિર્વાણદિને શહેરના સરદારબાગ ખાતે ત્રીવીધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મા-બાપને ભુલશો નહી વીષય ઉપર ચીત્ર સ્પર્ધા અને પત્ર (ટપાલ)લેખન સ્પર્ધા યોજવામાં આવી તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં મેયર કીર્તીબેન દાણીધારીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટે.ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા નાગરીકબેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, અભયભાઈ ચૌહાણ, શી.સ. ચેરમેન શીશીરભાી ત્રીવેદી, ડે. ચેરમેન રાજદીપસિંહ જેઠવા, શહેર યુવા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ડાભી, મહામંત્રી કીશનભાઈ મહેતા, મહામંત્રી અરૂભાઈ પટેલ, રઘુભા ગોહિલ, સીમાબેન કેસરી બકુલભાઈ ચાતુર્વેદી, કુલદીપસિંહ ચુડાસમા, ઉદયભાઈ મકવાણા, રફીકભાઈ ગ્ગોંડલીયા, શાંતીભાઈ ચૌહાણ, સમીરભાઈ ગાંધી, શભુભાઈ ગુજરાતી, બારડ સાહેબ પી.કે. મોરડીયા, રાજીવભાઈ પંડ્યા, નિયતીબેન પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૨૨૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ ભરત મોણપરા, મનીષ પરમાર, કાનજી બાંભણીયા, ભરત મકવાણા, અશોક પંડ્યા, યોગેશ દીહોરા, જીવરાજ કંટારીયા, અશોક મકવાણા લલીતગીરી ગૌસ્વામી, સંજય માણીયા, જયરાજસિંહ ગોહિલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.