ભાવનગર ક્રિમીનલ બાર એસોસીએશનની પ્રમુખ સહિત સભ્યોની આજે કોર્ટના બાર રૂમમાં ચૂંટણી થઇ રહી છે. ભાવનગર ફોજદારી વકીલ મંડળમાં બપોરના ૧ વાગ્યા સુધીમાં ૫૦ ટકા ઉપરાંત મતદાન થઇ જવા પામ્યું છે. વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરાઇ રહ્યું છે. બપોરે ૩ વાગ્યા સુધી મતદાન શરૂ રહેશે. ત્યારબાદ સાંજે મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.