વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની કરેલી આગાહીના પગલે છેલ્લા છ દિવસથી ભાવનગર સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો ઉચકાયો છે અને ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવી પરિÂસ્થતિ થવા પામેલ છે. ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વાદળછાયુ વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને રાત્રીનું તાપમાન આઠ ડિગ્રી જેટલું વધીને ૨૨.૯ ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ છે. સમગ્ર સૌરાષ્ટÙ અને ગુજરાતના જિલ્લાઓની સાથોસાથ ભાવનગરમાં પણ સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લઘુત્તમ તાપમાનમાં અસામાન્ય વધારો થવા લાગ્યો છે જે પાંચ દિવસમાં આઠ ડિગ્રી વધી જવા પામ્યુ છે. ગથ રવિવારે રાÂત્રનું તાપમાન ૧૫ ડિગ્રી હતું તે વધીને આજે શુક્રવારે સવાર સુધીનું લઘુત્તમ તાપમાન ૨૨.૯ ડિગ્રી નોંધાયુ છે. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવા પામ્યો છે અને દિવસનું તાપમાન પણ ઘટીને ૨૯.૪ ડિગ્રી થયું છે ત્યારે ભાવનગરમાં દિવસ અને રાÂત્રના તાપમાનમાં માત્ર ૬.૫ ડિગ્રીનો જ તફાવત રહેવા પામ્યો છે અને શિયાળાની ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે આજે શુક્રવારે સવારથી જ સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોર સુધી હજુ સૂર્યનારાયણના દર્શન થવા પામ્યા નથી ઠંડી ગાયબ થઈ જવાના કારણે ગરમ વ†ો વેચતા લોકોમાં પણ મૂંઝવણ ઊભી થવા પામી છે.