ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી શહેરના શાસ્ત્રીનગર પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસની પાસે મ્યુ.પ્રાથમિક શાળા નંબર.૫૯માં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મેયર દ્વારા પ્રજા જાેગ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને નગરજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી, સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષારોપણ તથા રોપાઓનું વિતરણ કરાયું હતું.





