ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો રાજયપાલના સંબોધન સાથે પ્રારંભ થયો છે. શાસક ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એકબીજા વિરૂદ્ધ રાજકીય રણનીતી ઘડવામાં આવી છેનવા નાણાકીય વર્ષનું બજેટ પેશ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસીક જીત મેળવનાર ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટર્મનું આ પ્રથમ બજેટ સત્ર છે. કોંગ્રેસનાં માત્ર 17 તથા આપના 5 સભ્યો જ છે. એટલે આપના વિપક્ષી સભ્યો અને વિપક્ષી નેતા વિના જ ધારાસભાનું સત્ર યોજાતુ હોય તેવુ ઈતિહાસમાં પ્રથમવાર બન્યુ છે. કોંગ્રેસને વિધાનસભાનાં કુલ સંખ્યાબળ કરતાં 10 ટકા બેઠકો મળી ન હોવાથી વિપક્ષનો દરજજો આપવામાં આવ્યો નથી.
વિધાનસભાનાં બજેટ સત્રનો પ્રારંભ રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં સંબોધન સાથે થયો હેતો તેમાં તેઓએ રાજય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને વિકાસનાં ભાવી આયોજનો વિશે સંકેત આપ્યો હતો. ત્યારબાદ સ્વર્ગવાસી થયેલા પૂર્વ રાજયપાલ ઓ.પી.કોહલી, પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ, મહિપતસિંહ જાડેજા તથા હરેશભાઈ ભટ્ટને શોકાંજલી અર્પણ કરવામાં આવી હતી.
29 માર્ચ સુધી ચાલનારા આ 35 દિવસના બજેટ સત્રમાં 27 બેઠકો મળવાની છે. પ્રથમ અને ત્રીજા શનિવારે પણ વિધાનસભા કાર્યવાહી ચાલુ રાખવાનું નકકી કરવામાં આવ્યું છે. જયારે સામાન્ય રીતે સોમથી શુક્રવાર સુધી જ વિધાનસભા કાર્યવાહી ચલાવાતી હોય છે. રાજય સરકાર દ્વારા વિધાનસભા સત્ર દરમ્યાન અર્ધો ડઝન વિધેયકો પેશ કરવામાં આવનાર છે તેમાં આજે પ્રથમ દિવસે જ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતી અટકાવવા બાબત) પેપરલીક વિધેયક રજુ કરવામાં આવનાર છે. 27મીએ ઈમ્પેકટ ફી મુદત વધારા, 28 મી એ ધો.1 થી 8 માં ગુજરાતી વિષય ફરજીયાત કરતુ અને મેડીકલ કોલેજોને એક છત્ર નીચે લાવતુ બીર રજુ થશે
આવતીકાલે બજેટ: 2.75 લાખ કરોડનું કદ હશે
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ નવા નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજુ કરશે. આ વખતે બજેટનું કદ 2.75 લાખ કરોડ આસપાસ રહેવાની સંભાવના છે. ગત વખતે બજેટનું કદ 2.43 લાખ કરોડનું હતું તેમાં 10 થી 12 ટકાનો વધારો થવાની સંભાવના છે. બજેટની 60 ટકા રકમ વિકાસ કાર્યો પાછળ વાપરતા પ્રોજેકટો-જોગવાઈઓ થવાની સંભાવના છે. જયારે 30 ટકા રકમ બીન વિકાસશીલ ખર્ચ પેટે વપરાશે. જાહેર દેવાની ચુકવણી પેટે 9 ટકાના ખર્ચની ફાળવણી થવાની સંભાવના છે. નાણાપ્રધાન દ્વારા જે આવક દર્શાવાશે.તેમાંથી 26 ટકા પોતાના વિવિધ વેરામાંથી ઉભા કરાશે.સ્ટેટ જીએસટીમાંથી 24 ટકા, લોન પેટે 20 ટકા, કરવેરા સિવાયની 7 ટકા તથા કેન્દ્રની ગ્રાંટ પેટે 3 ટકાની આવકની જોગવાઈ થવાની શકયતા છે.