ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના એક ઓઈલ ડિપોમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ એટલી ખતરનાક છે કે તેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આગની ઉંચી-ઉચી જ્વાળા અને ધૂમાડાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની ખબર સામે આવી છે.
52 ફાયર ફાઈટરની ગાડીઓ મળીને આગ પર કાબુ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 50થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની સ્થિતિ ગંભીર છે. હજુ આગમાં ઘણા લોકોના ફસાયા હોવાની આશંકા છે. એવામાં મોતની સંખ્યા વધી શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે આગના આસપાસના વિસ્તારોમાં ફેલાવ્યા બાદ ત્યાં રહેતા હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાડવા પડ્યા હતા. સરકારી ઓઈલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત ઓઈલ ભંડાર ડિપો ઉત્તરી જકાર્તા હેઠળ મેરાહ વિસ્તારમાં આબાદી વાળા ક્ષેત્રની પાસે સ્થિત છે. તે ઈન્ડોનેશિયાની ઓઈલ જરૂરીયાતોના 25 ટકા સ્ટોક પુરો પાડે છે. ફાયર ફાઈટર અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 260 કર્મચારીઓ અને 52 ગાડીઓ આસપાસના વિસ્તારમાં આગ પર કાબુ મેળવવા માટે કામ પર લાગી છે.






