ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર, આ ભૂકંપ ન્યૂઝીલેન્ડમાં 8.56 કલાકે આવ્યો હતો.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.