તા.31 માર્ચના રોજ આ મુદત પુરી થઈ જતી હતી પરંતુ દેશભરમા હજુ કરોડો પાનકાર્ડ ધારકોએ આધાર સાથે લીંકઅપ કરાવ્યુ ન હોવાથી અને ટેકનીકલ મુશ્કેલી સર્જાય રહી હોવાથી આજે નાણામંત્રાલયે એક નોટીફીકેશન બહાર પાડીને લીંકઅપ કરાવવાની મુદત તા.30 જુન સુધી લંબાવી છે અને તેમાં રૂા.1000 ની ફી યથાવત રાખવામાં આવી છે.
જો 30 જુન સુધીમાં આ લીંકઅપ નહિં થાય તો રૂા.1000 થી પણ વધુ તે સમયે નિશ્ચિત થનારી ફી મુજબ આ લીંકઅપ કરાવી શકાશે.જોકે તે સમય દરમ્યાન પાનકાર્ડ ઈન-એકટીવેટ થઈ જશે અને તેને રી-એકટીવેટ કરાવવાનું રહેશે.આ સમયગાળો 30 દિવસનો રહેશે અને ત્યારબાદ ફરીવાર લેઈટ ફી અને મોટા દંડ સાથે પાનકાર્ડ રીએકટીવેટ થઈ શકશે.