છત્તીસગઢમાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, અહીં બારપાલી પાસે જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી મુજબ અકસ્માતમાં એકનું મોત થયું છે. આ સાથે 80થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને બિલાઈગઢ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ગીધૌરી, કસડોલ સહિતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.