કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માટે દબાણ કર્યું હતું .
ખાનગી ચેનલના કાર્યક્રમમાં વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વાત કહી કે, કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે CBI મારા પર દબાણ કરી રહી હતી. આમ છતાં અમે ક્યારેય હાયતોબા નહોતી કરી. રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કૉંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હોય. તેમની પહેલા 19 સાંસદોની સભ્યતા ગઈ, તો લોકશાહી ખતરામાં ન હતી, માત્ર રાહુલ ગાંધીના કિસ્સામાં લોકશાહી ખતરામાં હતી?