સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પએ સ્પષ્ટતા કરી છે કે, 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદનાર આગામી 4 મહિના સુધી જૂની જંત્રીનો લાભ લઇ શકશે. તેમાં બન્ને પક્ષની સહી હોવી ફરજિયાત છે. વકીલો અને સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ -કર્મચારીઓ વચ્ચે સ્ટેમ્પ લીધાની તારીખને લઈ કોઈ વિવાદ ન થાય તે માટે નિયમો અંગે સ્પષ્ટતા કરાઈ છે. આ સાથે આગામી તા. તા.4 એપ્રિલ તા.7 એપ્રિલ અને 8 એપ્રિલના રોજ જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી માટે કચેરી ચાલુ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
સરકારે જંત્રી ભાવ ડબલ કર્યા પછી વિવાદ થતા 15/4 સુધી જૂની જંત્રી મુજબ જ ભાવ લેવા જાહેરાત કરાઈ હતી. હવે સરકાર 15/4/2023થી નવી જંત્રી મુજબ ભાવ લેશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ વકીલો અને સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ -કર્મચારીઓ વચ્ચે સ્ટેમ્પ લીધાની તારીખને લઈ કોઈ વિવાદ ન થાય તે માટે નિયમો અંગે સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પે સ્પષ્ટતા કરી છે. જે નિયમ છે એ મુજબ જો 14/4/2023 સુધીમાં સ્ટેમ્પ લીધા હશે તો 4 મહિના સુધી જૂની જંત્રીનો ભાવ જ લાગુ પડશે. પણ જો 15/4/2023ના સ્ટેમ્પ હશે અને સરકાર વધારો લાગુ કરે તો નવી જંત્રી મુજબ ભાવ લાગુ પડશે. નોંધાવુ રહ્યું કે, જો બન્ને પક્ષે માત્ર બાનાખત કર્યો હશે તો આવો કોઈ લાભ નહીં મળે.
રાજ્યના સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષક જેનુ દેવનએ જણાવ્યું છે કે, તા.15/04/2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.15/04/2026 પહેલા કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.15/04/2023 પહેલા (તા.14/04/2023 સુધીમાં પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે.
રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હીતને ધ્યાનમાં રાખી તા.4 એપ્રિલ (મહાવીર જયંતિ), તા.7 એપ્રિલ(ગુડ ફ્રાઈ ડે) અને તા.8 એપ્રિલ(રજાનો બીજો શનિવાર)ના રોજ જાહેર રજા હોવા છતાં રાજયની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.