દેશમાં પ્રોજેક્ટ ટાઇગરની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરીના ભાગરૂપ નાણાં મંત્રાલય તા. ૧ એપ્રિલે રૂા. ૫૦નો સિક્કો રજૂ કરશે. આ અંગેના જરૂરી આદેશ આપી દેવાયા છે.
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તા. ૧ એપ્રિલ ૧૯૭૩માં દેશમાં ટાઇગર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો આ સરકારી યોજના થકી દેશમાં આ લુપ્ત થતી પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.રૂા. ૫૦નો આ સિક્કો ૪૪ એમ.એમ. વર્તુળમાં રજૂ કરાશે જે ૫૦ ટકા ચાંદી, ૪૦ ટકા તાંબુ, ૫ ટકા નિકલ અને ૫ ટકા જસતમાંથી બનેલો હશે. તેનું વજન ૩૫ ગ્રામ રહેશે અને તેના પર સત્યમેવ જયતે લખ્યું હશે. અશોક સ્તંભની બે બાજુ અંગ્રેજી તથા હિન્દીમાં ભારત લખેલું હશે. સિક્કાના પાછળના ભાગમાં વાઘની તસ્વીર હશે અને પ્રોજેક્ટ ટાઇગરના ૫૦ વર્ષ એવું લખેલું હશે.