ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે આજે રામ નવમીના પર્વે ગોઝારો અકસ્માત સર્જાતા 8 લોકોના મોત નીપજ્યા છે, કડબ ભરેલો ટ્રક પલટી મારી જતા 14 જેટલા લોકો લોકો દબાયા હતા. મેવાસા ગામ તરફથી વલભીપુર જઈ રહ્યા હતા એ દરમિયાન લીલી કડબ ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો.
વધુમાં મળી રહેલ જાણકારી અનુસાર ટેમ્પા નીચે દબાઈ જતા 8 લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ ટ્રકમાં 14 મજૂરો સવાર હતા. હાલ વલભીપુર તાલુકા પંથકની 108 સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. છેલ્લે મળતી વિગતો અનુસાર ભોગગ્રસ્ત તમામ લોકો ભડભીડ ગામના વતની હોવાનું સામે આવ્યું છે.