IPL-2023નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPLની પહેલી મેચને લઈ અમદાવાદીઓ સહિત ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહની લાગણી છે. IPLની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે 2:30 વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે. આ સાથે BRTSની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને AMTSની 91 બસ રાત્રે 1.30 વાગ્યા સુધી દોડાવાનું નક્કી કરાયું છે.
આજે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી ક્રિકેટરસિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે યોજાનાર IPL 2023ની પ્રથમ મેચને લઈ બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટના કાળા બજાર રોકવા પોલીસ એક્શન મોડમાં છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ પરિવારના સભ્યોની સંખ્યા જેટલી જ ટિકિટ બુક કરી શકશે. જેથી ટિકિટનું કાળાબજાર નહીં કરી શકે.