દેશભરમાં ગઈકાલે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી.
વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા. ગઈકાલે રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું છે. જેમાં પોલીસે 20 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા છે.
વડોદરાની ઘટનાને લઈ ગૃહમંત્રીના કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસ અડધી રાતે ભારે કાફલા સાથે આ વિસ્તારમાં ઉતરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું હતું. જેમાં મહિલા પોલીસને સાથે રાખી ફતેપુરા, હાથીખાના વિસ્તારમાં કોબિંગ કરી 20 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.
વડોદરા પોલીસે UP સ્ટાઈલમાં JCB મશીનો સાથે રાખી કામગીરી કરી હતી. આ સાથે તોફાની તત્વોને તંત્રએ ચેતવણી આપતા કહ્યું કે, “હવે તોફાનો કર્યા તો ખેર નથી”.