ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંકડાકિય સમિતિની ચૂંટણી જીતી છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ એક ટ્વીટમાં લખ્યું, “ભારત 1 જાન્યુઆરી, 2024 થી શરૂ થતા ચાર વર્ષના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની ટોચની આંકડાકીય સંસ્થા માટે ચૂંટાયું છે.
આ સાથે જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રની આંકડાકીય સમિતિની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં બે બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાનમાં હતા. આમાં ભારત ઉપરાંત રિપબ્લિક ઓફ કોરિયા, ચીન અને સંયુક્ત આરબ અમીરાત ઉમેદવારો હતા. ભારતને 53 માંથી 46 વોટ મળ્યા. જ્યારે રિપબ્લિક ઓફ કોરિયાને 23, ચીનને 19 અને UAEને 15 વોટ મળ્યા હતા.”





