ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી ને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય પાર્ટી માટે AAP ને ગુજરાત અથવા હિમાચલમાં 6%થી વધુ વોટ શેર મેળવવાની જરૂર હતી. AAPને ગુજરાતમાં લગભગ 13% વોટ શેર મળ્યા છે. આવી સ્થિતિમાં તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. કોઈપણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં 6% મત મેળવવું જરૂરી છે. AAP પહેલાથી જ 3 રાજ્યો દિલ્હી, પંજાબ અને ગોવામાં 6%થી વધુ વોટ શેર મેળવી ચૂકી છે.
ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ (TMC), નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખેંચી લીધો છે. દેશભરમાં આ ત્રણેય પાર્ટીનો વોટ શેર ઘટીને 6 ટકાથી ઓછો થઈ ગયો છે. આ પહેલા બસપા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
કેવી રીતે મળે નેશનલ પાર્ટીની માન્યતા?
નેશનલ પાર્ટી બનવા માટે શું કરવું પડે છે. તેના માપદંડ શું હોય છે. જો કોઈ પક્ષ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માગતો હોય તો તેની કેટલીક શરતો હોય છે. જેનું પાલન કરવું જરૂરી બને છે. આ ત્રણ શરતોમાં કોઈ એક શરત પૂર્ણ થાય તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી શકે છે. ત્યારબાદ તે પક્ષને કેટલીક સુવિધાઓ પણ મળે છે અને ચૂંટણી પંચની તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ કેટલાક ખાસ કાર્યો પણ કરી શકે છે.






