ભારતના સૌથી મોટા અબજપતિઓમાંથી એક અને મહિંદ્રા એન્ડ મહિંદ્રાના એમેરિટસ ચેરમેન કેશબ મહિંન્દ્રાનું બુધવાર 12 એપ્રિલએ નિધન થયું છે. 99 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. હાલમાં જ જાહેર ફોર્બ્સની 2023ની બિલિયેનર્સ લિસ્ટમાં તેમને ભારતના 16 નવા અબજપતિઓમાં શામેલ કરવામાં આવ્યા હતા. તે પોતાની પાછળ 1.2 અબજ ડોલરની સંપત્તિ મુકીને ગયા છે. તેમણે 48 વર્ષો સુધી મહિંદ્રા ગ્રુપનું નેતૃત્વ કર્યા બાદ 2012માં ચેરમેનનું પદ છોડ્યું હતું.
દિવંગત કેશબ મહિંન્દ્રાએ 1947માં પોતાના પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ 1968માં તેમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. કેશબ મહિન્દ્રા, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના કાકા હતા અને અત્યાર સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન એમેરિટ હતા. વર્ષ 2012માં તેમના ગ્રુપ ચેરમેન પદથી રિટાયર થયા બાદ આનંદ મહિન્દ્રાને આ જવાબદાર મળી હતી.





