ભાવનગર,તા.૧૨
ભાવનગરમાં રાજય સરકારના સાહસ આલ્કોક એશડાઉનના એમ.ડી.નો વધારાનો હવાલો પ્રાદેશિક મ્યુનિ. કમિશનરને સોંપવામાં આવ્યો છે, હમણાં સુધી ભાવનગર મહાપાલિકાના કમિશનરને હોદાની રૂઈએ આલ્કોકની વધારાની જવાબદારી સોંપાતી આવી છે પરંતુ આ વખતે ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનરને વધારાનો હવાલો સોંપાયો છે.
તાજેતરમાં જ બદલી થઈ ભાવનગર પ્રાદેશિક મ્યુનિ. કમિશનર બનેલાઆઇએએસ પી.જે. ભગદેવને આલ્કોક એશડાઉનના એમ.ડી.નો વધારાનો હવાલો સોંપાયો છે, જાેકે આલ્કોક એશડાઉન બંધ પડીને ઉભુ છે ત્યારે ખાસ બોજ નહિ રહે. અગાઉ ભાવનગર મહાપાલિકાના કમિશનરને હોદ્દાની રુઈએ આલ્કોક એશડાઉનના એમ.ડી. બનાવાતા આલ્કોક એશડાઉન ગાંધીનગર ઉદ્યોગ કમિશનર તળે આવતું. પૂર્વ કમિશનર ગાંધીના કાર્યકાળમાં ઉદ્યોગ કમિશનર પડે રહેલા ઓફિસર કમિશનર ગાંધીથી જુનિયર હતા. આથી કમિશનર ગાંધીના બદલે પ્રાદેશિક કમિશનરને એમ. ડી. બનાવાયેલ. એ પછીથી વધારાનો હવાલો પ્રાદેશિક કમિશનરને સોપાતો આવ્યો છે તેમ જાણવા મળ્યું છે.
ગઈકાલે રાજ્ય સરકારે એક હુકમ કરી રિઝનલ કમિશનરને આલ્કોક એશડાઉનના એમ.ડી.નો વધારાનો હવાલો સોપતો ર્નિણય કર્યો હતો. આથી ભાવનગરમાં એમ.જે કોલેજ ખાતે આલ્કોક હાઉસમાં બંગલો આવેલો છે જે રહેવા માટે પ્રાદેશિક કમિશનરને મળશે, આમેય પ્રાદેશિક કમિશનર માટે ભાવનગરમાં કોઈ સરકારી બંગલાની સગવડ નથી. આમ, બંને વ્યવસ્થાઓ સચવાઈ જશે.!
			
                                
                                