સ્મોલ વન્ડર્સ પ્રિ સ્કૂલ, નર્સરી એન્ડ એક્ટિવિટી સેન્ટરના ઉપક્રમે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ પ્રવૃત્તિઓ યોજાતી રહે છે. આ જ ઉપક્રમે 15 એપ્રિલે બાળકો માટે ડ્રોઈંગ અને કલરીંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું જેમાં 200થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
સંચાલક હર્ષા રામૈયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં કલ્પનાશક્તિ ખીલે અને તેને કલાના માધ્યમથી પ્રસ્તુત કરવાની તક મળે તે માટે આ આયોજન કરાયું હતું. ત્રણ ગ્રુપમાં યોજાયેલી આ ઓપન ભાવનગર ડ્રોઈંગ અને કલરિંગ કોમ્પિટિશનમાં 32 સ્કૂલના નર્સરીથી શરૂ કરી ધોરણ આઠ સુધીના 200થી વધુ બાળકો જોડાયા હતા. નર્સરી અને જુનિયર- સિનિયર કેજીના બાળકોમાં સ્પર્ધા નહીં પરંતુ સહભાગીતાના ગુણ વિકસે તે માટે આ વિભાગમાં કોમ્પિટિશન નહીં પરંતુ તમામને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય વિભાગોમાં વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કારથી પુરસ્કૃત કરાયા હતા. બાળકોએ પોતાની કલ્પના અને રંગો દ્વારા કાગળ પર જાણે કે મેઘ ધનુષ ઉતાર્યા હતા. ડિજિટલ યુગમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે તેમ શિક્ષણવિદ્ હર્ષા રામૈયાએ ઉમેર્યું હતું.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા ચિત્રકાર ડૉ. અશોક પટેલ અને શ્રીમતી કુંતલ ગોહિલે સેવા આપી હતી તો આયોજનને સફળ બનાવવા સ્મોલ વંડર્સ ટીમે જહેમત ઉઠાવીહતી