યુદ્ધગ્રસ્ત સુદાનથી 360 ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી આવી પહોંચી હતી અને લોકોએ ઉતરતાં જ નારેબાજી કરીને ગગન ગજવ્યું હતું.
યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતે તેના નાગરિકોને બહાર કાઢીને સ્વદેશ લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરી દીધું છે. જે હેઠળ સુદાનથી સાઉદી અરબના જેદ્દાહમાં ભારતીયોને લાવવામાં આવી રહ્યાં છે અને ત્યાંથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે.
જેદ્દાહથી 360 લોકોને લઈને એક સ્પેશિયલ ફ્લાઈટ નવી દિલ્હી આવી પહોંચી હતી. લોકોના ચહેરા પર બચી ગયાની લાગણી દેખાતી હતી.
એરપોર્ટ પર ઉતરતાં જ કરી નારેબાજી
સુદાનથી ભારત આવેલા 360 લોકોએ એરપોર્ટ પર ઉતરતાં જ ‘ભારત માતા કી જય, ઈન્ડીયન આર્મી, PM મોદી જિંદાબાદ’ જેવી નારેબાજી કરી હતી અને સરકારનો ખાસ આભાર માન્યો હતો.




