‘ધ કેરલ સ્ટોરી’ને લઈને વિવાદોનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ખબર છે કે ફિલ્મના ક્રૂ મેમ્બરને ધમકી મળી છે જેના બાદ મુંબઈ પોલીસની તરફથી તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુંબઈ પોલીસની તરફથી કહેવામાં આવ્યું છે કે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના એક ક્રૂ મેમ્બરને એક અજાણ્યા નંબરથી ધમકી ભરેલો મેસેજ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે ‘ધ કેરલ સ્ટોરી’ના નિર્દેશક સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જાણકારી આપી છે કે ફિલ્મના ક્રૂ મેમ્બર્સમાંથી એક શખ્સને અજાણ્યા નંબરથી ધમકી ભરેલા મેસેજ મળ્યા છે.
પોલીસે જણાવ્યું, “મેસેજ મેકલનાર શખ્સે ક્રૂ મેમ્બરને એવું કહેતા ધમકી આપી કે તે એકલા ઘરમાંથી બહાર ન નિકળે. તેમણે આ સ્ટોરી બતાવીને સારૂ કામ નથી કર્યું.” ધમકી મળ્યા બાદ પોલીસની તરફથી તેમને સુરક્ષા આપવામાં આવી રહી છે. પરંતુ તેમણે તેના પર કોઈ એફઆઈઆર નથી નોંધી. કારણ કે આ સંબંધમાં કોઈ લેખીત ફરિયાદ નોંધવામાં નથી આવી.
તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ ફિલ્મ પર બેન લગાવી દીધો
બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ વિવાદિત ફિલ્મ પર બેન લગાવી દીધો છે. રાજ્ય સરકારે એમ કહેતા પોતાની આ ફિલ્મમાંથી પ્રસારણ પર રોક લગાવી દીધી હતી કે તેનાથી શાંતિ વ્યવસ્થા ખરાબ થઈ શકે છે અને ધૃણા અને હિંસા ફેલાઈ શકે છે. પશ્ચિમ બંગાળ સરકારની તરફથી ફિલ્મ પર બેન લગાવવા પર નિરાશા દર્શાવતા ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે સરકારના નિર્ણયના વિરૂદ્ધ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.





