લોકગાયક કીર્તિદાન ગઢવીએ કમાભાઈને દુબઈની સેર કરાવી હતી. આજે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. કીર્તિદાન ગઢવીએ રસિયો રૂપાળા ફેઈમ કમાભાઈને પોતાની સાથે લઈ ગયા હતા. કિર્તિદાન ગઢવીએ કમાની જિંદગી સેલિબ્રિટી જેવી બનાવી દીધી છે.
દરિયાપારની સફર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે કમાભાઈ દુબઈ ઉપડ્યા હતા. દુબઇમાં આજે રાત્રે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો, ખાસ ગેસ્ટમાં કમાભાઈ છે.
દુબઈના અગ્રણી અને જવેલર્સ એવા અનિલ પેથાણી આયોજીત કીર્તિદાન ગઢવીનો આજે લોક ડાયરો દુબઈ રાખવામાં આવ્યો છે. અનિલ પેથાણીની ઈચ્છા હતી કીર્તિદાન સાથે કમાભાઈ પણ દુબઈ આવે જેથી અમદાવાદ એરપોર્ટ પરથી રવિવારે મોડી રાત્રે ફ્લાઇટમાં દુબઈ ઉડાન ભરી હતી.
સુરેદ્રનગરના નાના એવા ગામ કોઠારીયાના કમાભાઈની દરિયાપાર સફર કેવી રહેશે તે હવે જોવાનું રહ્યું. ગુજરાતમાં કોઈ પણ ડાયરામાં કમો હોય જ પણ વિદેશ સફરમાં મનો દિવ્યાંગને સાથે લઇ જવાનું વચન પૂર્ણ થયું.. કીર્તિદાન ગઢવી અને કમાભાઈની મિત્રતાની સફર દરિયાપાર ઉડી દુબઈ પહોંચી છે. આમ એક અનેરું ઉદાહરણ રૂપ આરબ અમીરાતના દેશની પ્રથમ હવાઈ સફરમાં કમાભાઈને લઈ જઈને કીર્તિદાને કરાવી છે.





