દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપ ‘આઇકોન ઓફ ધ સીઝ’ પહેલી વખત ખુલ્લા દરિયામાં નીકળી પડી હતી. આ પહેલાં ૨૨ જૂને ફિનલેન્ડહના તુર્કુમાં દરિયામાં એની પ્રથમ ટ્રાયલ કરવામાં આવી હતી. આઇકોન ઓફ ધ સીઝની લંબાઈ ૩૬૫ મીટર છે અને એનું અંદાજે વજન ૨,૫૦,૮૦૦ ટન છે. એના પર ૫૬૧૦ પેસેન્જીર્સ અને ૨૩૫૦ ક્રૂ મેમ્બ ર્સ રહી શકે છે.
એની પ્રિલિમિનરી ટેસ્ટઈ દરમ્યામન ૪૫૦થી વધુ સ્પેિશ્યેલિસ્સેસ ચાર દિવસ સુધી આ શિપના મેઇન એન્જિ ન અને પ્રોપેલર્સ સહિત તમામ ભાગને ચેક કર્યા હતા. આ લક્ઝુ્રિયસ ક્રૂઝ શિપમાં ૬ વોટર સ્લા૫ઇડ ધરાવતું દરિયામાં વિશ્વનું સૌથી વિશાળ વોટરપાર્ક છે. આ શિપમાં ૭ સ્વિમિંગ-પૂલ છે. ફેમિલી માટે એક્વા પાર્ક, સ્વિમ-અપ બાર, લાઇવ મ્યુઝિક અને શોઝ છે.વિઝિટર્સ માયામીથી તેમની જર્ની શરૂ કરશે અને ૭ નાઇટ આ શિપ પર રહી શકશે. એ દરમ્યાળન આ શિપ બહામાઝ, મેક્સિ્કો, હોન્ડુમરાસ અને સેન્ટક થોમસમાં રોકાશે.





