ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટિના ચેરમેન બની ગયા છે. બીસીસીઆઇએ મંગળવારે રાત્રે જાહેર થયેલી મીડિયા બ્રીફિંગમાં અગરકરની પસંદગીકાર તરીકેની નિયુક્તિની જાહેરાત કરી હતી, જોકે બોર્ડે અગાઉ જ અગરકરને ચીફ સિલેક્ટર બનાવવાની તૈયારી કરી લીધી હતી.45 વર્ષના આ ખેલાડીએ પૂર્વ ક્રિકેટર ચેતન શર્માની જગ્યા લીધી છે. એક સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માને હટાવવામાં આવ્યા હતા, આ સ્ટીંગ ઓપરેશનમાં તેઓ ફિટનેસ માટે ભારતીય ક્રિકેટરોના ઈન્જેક્શન લેવાનો દાવો કરતા સાંભળી શકાતા હતા.