અમેરિકાનાં લોસ એન્જલસ અને ઓરેન્જ કાઉન્ટી વિસ્તારમાં પાર્કોમાં એક ઘસડાતો જીવ મળી આવ્યો છે જેના 486 પગ છે. તેનું માથુ ખતરનાક શિકારીઓ જેવુ છે. આછા લીલા રંગનો આ જીવ માટીમાં રહે છે અને દિવસનાં અજવાળામાં કોઈ રમકડાની જેમ ચમકે છે.તે માટીમાં પોતાના સોઈ જેવા પગથી કોતરણી કરીને પોતાની રહેવાની જગ્યા બનાવે છે.
વૈજ્ઞાનિકોએ તેને થ્રેડ મિલિપેડ (અનેક પગવાળો કીડો) કે ઈલેકમ સોકલ નામ આપ્યું છે. એક પેન્સીલ જેવડી પહોળાઈવાળા અને સીલાઈ મશીનનાં પિન જેવડુ લાંબુ આ એકશેરૂકી (અયુષ્ઠવંશી પ્રાણીઓ) જીવ પર હજુ સુધી કોઈનુ ધ્યાન ગયું નથી.
લોસ એન્જલસમાંથી મળી આવેલ આ થ્રેડ મિલીપેડને હવે દુનિયાનાં અનેક પગવાળા 12000 કીડાના સમુહની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્જીનીયા મ્યુઝીયમ ઓફ નેચરલ હીસ્ટરીમાં કિટ વિજ્ઞાન શાસ્ત્રી ડેરેક હેન્નને જણાવ્યુ હતું કે આ નવી પ્રજાતિઆ આજે પણ આપણી આસપાસ મળી રહી છે. મિલિપેડ અકશેરૂકી જીવ છે.જેને ઝીંગા માછલી અને કે ફીશ જેવો માનવામાં આવેછે. તેનું સ્વરૂપ વૃક્ષ-છોડના મુળીયા જેવુ હોય છે. આ સુક્ષ્મ જીવ છે અને ઘણુ ધીમું ચાલે છે.