હિંદુ ધર્મમાં, શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ મહિનામાં ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરવા માટે જુદી-જુદી રીતે પૂજા કરે છે. ભગવાન શિવની સાથે ભગવાન કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે શ્રાવણ મહિનો ચાતુર્માસની મધ્યમાં આવે છે અને આ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોય છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુના કૃષ્ણ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ મોરપીંછને પણ શ્રાવણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો શ્રાવણમાં મોરપીંછ સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનમાં સુખ આવે છે અને પ્રગતિ થાય છે. ચાલો આપણે જાણીએ કે મોરપીંછના કેટલાક સરળ અને નિશ્ચિત ઉપાય તમારું જીવન બદલી શકે છે.
શ્રાવણમાં મોરપીંછના ઉપાય –
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રાવણ મહિનામાં કોઈપણ દિવસે મોરપીંછ લાવો. ત્યારબાદ સૂર્ય મંત્રઃ ૐ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય નમઃ અથવા ચંદ્ર મંત્રઃ ૐ શ્રં શ્રીં શ્રૌણ સ: સોમાય નમઃ મંત્રનો 21 વાર જાપ કરો અને મોરપીંછ પર પાણીનો છંટકાવ કરો. આ પછી, મોરપીંછને ઘરમાં કોઈ સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશા મોરપીંછ રાખવા માટે ખૂબ જ શુભ હોય છે. આમ કરવાથી ગ્રહોની અશુભ અસર ઓછી થવા લાગે છે.
જો કોઈ વ્યક્તિ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોય અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેનાથી છૂટકારો મેળવી શકતો નથી તો આવા લોકો માટે શ્રાવણનો મહિનો ખૂબ જ શુભ છે. શ્રાવણમાં રાધા કૃષ્ણના મુગટમાં મોરપીંછ લગાવો અને 40 દિવસ પછી આ મોરપીંછ કાઢીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય અપનાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા ઘરના મુખ્ય દરવાજા પર મોરના ત્રણ પીંછા એક સાથે લગાવો અને પછી તેની નીચે સિંદૂર અથવા રોલી વડે ‘ૐ દ્વારપાલાય નમઃ જાગરાય સ્થિરાય સ્વાહા’ મંત્ર લખો. આ મંત્રની નીચે ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટો મૂકો. આના કારણે ઘરમાં નકારાત્મકતા આવતી નથી અને ખુશીઓ રહે છે.
જો બાળકને વારંવાર નજર લાગી હતી હોય તો ચાંદીનો તાવીજ લાવો અને તેમાં મોરપીંછ મુકો અને તેને શ્રાવણ મહિનામાં પહેરાવી દો. આનાથી ક્યારેય ખરાબ નજર નહીં લાગે. નવજાત શિશુ માટે આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.